Tuesday, July 30, 2019

Vinod Joshi - Sairendri

# Thinking Activity 
# Sairendhri by Vinod Joshi.

  🙏🏻 નમસ્તે વાચક મિત્રો...
# આ બ્લોગ માં હું વાત કરીશ ગુજરાતી ભાષા ના આધુનિક કવિ  રચિત પ્રબંધ કાવ્ય  ની. કાવ્ય મહાભારતના વિરાટપર્વ આધારિત છે. વિનોદ જોશી ની સૈરેનદ્રી મહાભારતની દ્રોપદી કરતા અનેક વાર જુદી છે. આ કથા વિનોદ જોશીએ મહાભારતથી લખી.કથા વિનોદ જોશીએ મહાભારતથી લખી છે, તે ખૂબ જ સંપાદન છે. મહાભારતની દ્રોપદી વિનોદ જોશી ની સૈરેદ્રી કરતા ખૂબ જ જુદી છે. જેમાં વાત કરી છે પોતાની મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી પાંચાલી, દ્રૌપદી અને સૈરન્ધ્રી ની. કવિ વિનોદ જોશીએ આ કાવ્ય તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન લખ્યું છે. SBS ગુજરાતી ના જેલમ હાર્દિક સાથે કવિ વિનોદ જોશી ના સંવાદ ના અંશો અહીં લિંક માં પ્રસ્તુત છે. ઇન્ટરવ્યૂ સાંભળવા માટે અહીં ક્લિક કરો.

# વિનોદ જોશીના કાવ્યો ગ્રામીણ જીવન ની છબીઓ થી ભરેલા હોય છે. તેઓ મુખ્યત્વે તેમના સાહિત્યમાં ગુજરાતી સ્ત્રીઓ નું ચિત્રણ કરતા રહે છે. તેમની કવિતાના પ્રકૃતિઓ માં તીવ્ર સ્ત્રીત્વ , એકાંત , સામાજિક દરજ્જો અને રોજિંદા વાસ્તવિકતા વગેરે અનેક પ્રકારની છબીઓ જોવા મળે છે.

# મહાભારત ના વિરાટ પર્વ નો ટૂંક સાર.
# આ કથા મહાભારત કરતા ઘણી જુદી છે. મહાભારત માં દ્રોપદી ને એક એવી સ્ત્રી દેખાડવામાં આવેલ છે કે જે ખૂબ જ મુશ્કેલી માં હોય છે અને એમને બીજાની જરૂર પડે છે કોઈ પણ કામ કરવામાં અને તેઓ એક કુંવરી ની જેમ રહેતા હોય છે. પરંતુ જયારે પાંડવો રમત માં હારી જાય છે ત્યારે તેઓ ને રાજ - પાઠ છોડી ને ચૌદ વર્ષ માટે વનવાસ જવાનું હોય છે અને ત્યાર બાદ ચૌદ માં વરસે તેઓ ને છૂપાઈ ને રહેવાનું હોય  છે અને એમને કોઈ શોધી ના શકે એવી જગ્યા પર રહેવાનું હોય છે. અને જો એમને કૌરવો આ વર્ષ દમિયાન શોધી લેસે તો ફરી ચૌદ વર્ષ તેઓ ને વનવાસ જવું પડશે. 

# તેથી પાંડવો વનવાસ પૂરો થવાના સમયે અજ્ઞાત વાસ માં રહેતા હતા. અને ત્યારે જ દ્રોપદી એ સૈરેંધરી બની ને રહેતા હતા. ત્યાં તેઓ વિરાટ રાજા ના રાણી સુદેષણા ની દાસી બની ને રહેતા હતા અને એક જ મહેલ માં રહેવા છતાં તેઓ પાંડવો ને મળી શકતી નથી. અને તેઓ કોણ છે તેની કોઈ ને ખબર પણ પડવા દીધી ના હતી. ત્યારે તેઓ એ પોતાનું નામ સૈરેંધ્રી પડ્યું હતું. 

# વિનોદ જોશી ની સૈરેંધ્રિ નો ટૂંકસાર , કર્ણ ને પ્રેમ કરતી દ્રોપદી....
# પરંતુ વિનોદ જોશી ના સૈરેન્ધ્રી મહાભારત માં સૈરેંદ્રી કરતા ઘણા જુદા છે. કવિ વિનોદ જોશી કહે છે મારી સૈરન્ધ્રી મહાભારતકાર થી જુદી છે. આ પ્રબંધ કાવ્ય માં કવિએ શૃંગાર રસ નો પણ ઉપયોગ કર્યો છે. અને પાંડવો ની પત્ની એવી દ્રૌપદી ને કર્ણ પ્રત્યે મોહિત થતી બતાવી છે. કવિએ  દ્રૌપદી ના આ સ્વરૂપ વિષે એટલા માટે વાત કરી છે કારણકે સૈરન્ધ્રી નું વ્યક્તિત્વ લગભગ દરેક મનુષ્ય ને સ્પર્શે છે.  કવિ કહે છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આપણી મૂળ ઓળખ છુપાવી રહ્યા છીએ. 

# વિનોદ જોશી જણાવે છે કે તે અગ્નિ કન્યા છે અને ઓજસંવતી સ્ત્રી છે, તે લુપ્ત થતી નથી પરંતુ તેને પોતાના વ્યકિતત્વ ને યાતના પૂર્વક દબાવ્યું હશે. તે કોઈ ને પણ પોતાની વાત કરી સકતા નથી , પરંતુ જ્યારે તેઓ દ્રોપદી હતા ત્યારે તેમની મદદ માટે કૃષ્ણ , ભીમ , અર્જુન બધા જ હાજર રહેતા પણ હાલ તેઓ તેમને મળી સકતા નહિ અને કોઈ ને પણ કંઈ કહી સકતા નહિ.

# મહાભારત માં પાંડવો એક જ નહિ પરંતુ કર્ણ પણ પાંડવો ની જેમ પોતાની ઓળખ છૂપાવી ને રહેતો હોય છે. દ્રોપદી ની જેમ કર્ણ પણ ઓળખ છૂપાવી ને રહે છે. કર્ણ પણ સૈરન્ધ્રી ની જેમ પોતાની મૂળ ઓળખ છુપાવી રહ્યો છે. દ્રૌપદી એ કર્ણ ને પોતાને પ્રેમ કરવા યોગ્ય માન્યો છે. જયારે અર્જુન તેની બીજી પસંદગી છે. કવિએ અહીં કર્ણ ના વ્યક્તિત્વ નું અદભુત વર્ણન કર્યું છે. જયારે દ્રૌપદી નો સ્વયંવર યોજાય છે અને તે જયારે કર્ણને પ્રથમ વખત જુએ છે ત્યારે મનમાં જે પહેલી નજર માં જ ઉભી થાય છે તેનો આસ્વાદ અહીં કવિના શબ્દો માં માણીએ.

વક્ષવિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી
તત્ક્ષણ મોહિત થઇ પાંચાલી, વરણ કરી નિજ મનમાં મ્હાલી.

સર્વ નૃપાલ સ્વયંવર માણે, હતો કર્ણ નિર્હેતુક જાણે
સ્થાન હતું એને મન ઉત્તમ, કરવા કોઈ અનન્ય પરાક્રમ.

દ્રષ્ટિ સહેજ સ્પર્શીને સરકી, પાંચાલી નખશીખ ગઈ  થરકી,
રહી બાહુબલી નરને જોતી, તરત પરોવ્યાં મોતી.

વજ્રદેહની અદભુત કાન્તિ, વિલસે વદન પરમ વિશ્રાંતિ
પ્રતિપળ ઉદ્યત પુંસક ભાસે, યથાપૂર્ણ આદિત્ય ઉજાસે.

મન્મથ મત્ત વિભાવે મોહે, ઓષ્ઠકંપ અનુભાવે સોહે,
ફરકે લજ્જા ઉચ્છલ અંગે, જાણે હળવી થાપ મૃદંગે.

લીધો તરત મનોમન સેવી, કરી કામના કરવા જેવી,
પૂર્ણ થઇ ગઈ સર્વ સમીક્ષા, આજ પુરુષ ની હતી પ્રતીક્ષા.


# ખોટ અને ઓળખ 

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે માણસ કંઈ પણ થાય પણ પોતાની ઓળખ ક્યારેય છુપાવતા નથી. આ કાવ્ય એ ઓળખ છૂપાવી ને રહેવા પર લખાયેલું છે. અને આ કાવ્ય ની સૈરેન્ધ્રિ એ મહાભારત ની દ્રુપદ રાજા ની પુત્રી દ્રોપદી , પાંડવો ના પત્ની પાંચાલી , કૃષ્ણ ની મિત્ર કૃષ્ણા કરતા સાવ જ જુદા છે. પરંતુ લોકો જ્યારે પોતાની ઓળખ છુપાવે છે ત્યારે તેમની કાંઈક મહત્ત્વકાંક્ષા હોય છે. અત્યારના સમયમાં ઓળખ છુપાવી એ આસાન હતો પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા ઘણા બધા એવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે જેનાથી તમે પોતાની ઓળખ છુપાવી શકતા નથી. સરકાર દ્વારા આધારકાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે જેવા ઘણા બધા કાર્ડ બનાવવામાં આવ્યા છે જેથી માણસ પોતાની ઓળખ છુપાવી શકતો નથી. લોકો પોતાની ઓળખ શામાટે છુપાવે છે? લોકો પોતાની ઓળખ છુપાવવા માટે ઘણું બધું કરતા હોય છે અને આ સ્પષ્ટ રીતે કહીએ તો માણસ પોતાની ઓળખ છુપાવવા માટે મૃત્યુને પસંદ કરે છે. આ કાવ્યમાં તેઓ પોતાની ઓળખ છુપાવે છે પરંતુ દ્રોપદી આ કાવ્યમાં પોતાનાથી અલગ થઈને પોતાની મુળ ઓળખ અને વ્યક્તિગત ઓળખ છુપાવીને રહે છે. મહાભારતમાં તેમની ઓળખ ને લઈને ઉઠતા સવાલો અને તેઓ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા નથી. અને તે સાથે તે પોતાની ઓળખ ની પણ સ્વરક્ષણ કરતા નથી અને મહાભારતમાં તેઓ ભીમ , કૃષ્ણ , અર્જુન વગેરે પાત્ર પર નિર્ભર રહે છે. પરંતુ વિનોદ જોશી ના સૈરેંદ્રિ કોઈ પર નિર્ભર રહેતા નથી.

સંદર્ભ : SBS સાથે થયેલી વાતચીત માંથી ....

2 comments:

Dr. Baba Saheb

 Hello Friends... Welcome to my new blog, but first of  I apologize for not posting blogs in mid time. Today I'm talking about our natio...